Logo image

માવા તારી મૂર્તિ જોઉં, માવા તારી મૂર્તિ જોઉં

માવા તારી મૂર્તિ જોઉં, માવા તારી મૂર્તિ જોઉં;
મૂર્તિ જોઉં અંતર પ્રોઉં, પ્રેમવતીના બાળ,
         હો ઘનશ્યામ મૂર્તિ જોઉં, માવા તારી મૂર્તિ જોઉં...ટેક
પાઘડી શિર ઉપર શોભે, તોરો લટકે તે માંય;
         ચોગઠ પાડીને છોગલાં મેલ્યાં, શોભા કહી ન જાય...હો ઘન૦ ૧
ભાલે તિલક કેસર કેરું, ચાંદલે કુંકુમ સાર;
         કાને કુંડળ હેમનાં રાજે, મણિ તણો ઝણકાર...હો ઘન૦ ૨
ભ્રકુટિ ભમરની પાંખ સરીખી, નેણકમળ ચિત્તચોર;
         કટાક્ષ કરીને કોરી લીધી, કાળજડાની કોર...હો ઘન૦ ૩
નાસા અણિયાળી નમણી લાગે, દીપક કીર સમાન,
         દાસ હરિના વાલમા તારું, ધરે મુનિવર ધ્યાન...હો ઘન૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
મૂર્તિ વર્ણન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026