મૂરખ કોકને શીદ કહીએ રે, મૂરખતા ચડી બેઠી હૈયે રે...ટેક
કોકને કહીએ ને પોતે ન પાળીએ, હાથે હળવા થઈએ;
જાણીએ તોય પાપ કરતા ન બીએ, દોષ બીજાને દઈએ રે...મૂરખ૦ ૧
કોકને કહ્યાનું કામ શું આપણે, માટે મુન્ય થઈ રઈએ;
અલ્પ દોષ દેખે આપણમાં, બીજો કહે તઈએ રે...મૂરખ૦ ૨
જૂઠી પંચાત કરી જગતમાં, સાર શિયો લઈએ;
ગાંડો ઘેલો ને ગોબરો એવા, નામ પાડયાં ફઈએ રે...મૂરખ૦ ૩
દુર્લભ મનુષ્ય દેહ પામીને, ભક્ત એકાંતિક થઈએ;
દાસ હરિના સ્વામીને સેવી, અક્ષરધામમાં જઈએ રે...મૂરખ૦ ૪