મૂરખ માંહીં વસ્યા તારે રે, બીજે શીદ ગોતી રહ્યો બારે રે...ટેક
મળ્યા મૂરખ તને ચાર ચોવટિયા, રહ્યા રાજદ્વારે;
કરે અનિતિ પાપમાં પ્રીતી, જાણ્યો નાદાર જ્યારે રે...મૂરખ૦ ૧
મન મૂરખ વળી ચિત્ત સઠ ઘણું, બુદ્ધિ ઊંધી ભારે;
અહંકાર અથડાવે આડેધડ, જીવોજી જખ મારે રે...મૂરખ૦ ૨
દશ ઇંદ્રિયો દોડતી મેલી, પંચ વિષયમાં પ્રસારે;
પાંચે રસ્તા પાપના લીધા, નાખ્યો નરક દ્વારે રે...મૂરખ૦ ૩
દુનિયામાં તું ડાહ્યો થયો, અભિમાન તેનું ઉર ધારે;
દાસ હરિ કે દેખીલે દિલમાં, ત્રિવિધિ તાપ કોણ ઠારે રે... મૂરખ૦ ૪