Logo image

મોયું છે મન મારું રે.અલબેલા, તારા છોગલિયામાં રંગ છેલારે

મોયું છે મન મારું રે અલબેલા, તારા છોગલિયામાં રંગ છેલારે. મો
છોગલિયામાં ચકચૂર થઇ છું, પ્રીતમ પ્રાણ હરેલા રે. મો ૧
પાઘલડીમાં જોયા પેચ રૂપાલા, રાતા પીળા રંગમાં ભરેલા રે. મો ર
હેત દેખાડી મુને હસીને બોલાવી, મંદ મુખ હાસ કરેલા રે. મો ૩
દેવાનંદના વાલા દેખીને તમને, એવા મારા ઉરમાં ધરેલા રે. મો ૪
 
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
દેવાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026