Logo image

મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી

મન મોહ ટળે (૨) રામ મળે નિર્મળ હરિજનના સંગથી; ઉર ગ્રંથી ગળે (૨) અવિદ્યાનાં આવરણ સર્વે નાસે અંગથી...ટેક. નિત્ય સંત સભામાંહી રામ રટે, સુનતેં વિષ વ્યાધિ ઉપાધિ ઘટે; મન શુદ્ધ હોયે અહંભાવ મટે...મન૦ ૧ જે સંત સભામહીં ચલી આવે, તેનું જીવપણું તતક્ષણ જાવે; તે બ્રહ્મ થઈને પરબ્રહ્મ ગાવે...મન૦ ૨ દુબધા દિલ માયા પાસ દહે, નિત્ય સંતસભા મહીં રામ રહે; એમ વેદ પુરાન કુરાન કહે...મન૦ ૩ જેને ગ્રંથી ત્રણ જડમૂળ ગઈ, સત્ય પદમાં કીધો વાસ સઈ; બ્રહ્માનંદ કે’ તેની શરણ લઈ...મન૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
શરણાગતિ, આશરો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
સંત સમાગમ
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026