સતસંગ વિના (૨) જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને, મન માન તજી (૨) તે માટે શરણે જઈ રૈયે સંતને...ટેક. જો અડસઠ તીરથ ફરી આવે, નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે; કે દી જીવપણું તેનું નવ જાવે...સતસંગ૦ ૧ જો ઇંગલા પિંગલાની ખબર જડે, કરી આગ્રહ તેને કેડ પડે; તેણે ચિત્તને બમણો ફેર ચડે...સતસંગ૦ ૨ કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ અન્ન ન ખાય રહે અપવાસી; એ મનની છે સર્વે હાંસી...સતસંગ૦ ૩ જો ફિરતા સંત સમાજ મળે, તો સુખે મનની ભ્રાંતિ ટળે; કહે બ્રહ્માનંદ સંતમાંહી ભળે...સતસંગ૦ ૪
સતસંગ વિના જનમ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને
હસમુખભાઈ પાટડિયા