Logo image

હે જડબુદ્ધિ જીવ, પ્રભુપદને ઇચ્છે તો કર સંતનું પારખું

હે જડબુદ્ધિ જીવ (૨) પ્રભુપદને ઇચ્છે તો કર સંતનું પારખું; રંગ પીત્તપણે (૨) સોનું ને પીતળ ન હોય એકસરખું...ટેક. હોઈ સંત અનંત ફીરે જગમેં, રહે દામ ચામ જેની દૃગમેં; તું ભૂલીશ મા ધોળે ભગમેં...હે જડબુદ્ધિ૦ ૧ અંગે ભસ્મ ઘસે શિર જુટ જટા, ગળે માળ તિલક તન ચટાપટા; મહીં કામ ક્રોધ મદ મોહ ઘટા...હે જડબુદ્ધિ૦ ૨ જે મૈથુન અષ્ટ પ્રકારે તજે, નિત્ય સાર અસાર મરમ સમજે; ભજ તેને જે હરિ પ્રગટ ભજે...હે જડબુદ્ધિ૦ ૩ જેને કામ ક્રોધ મદ મોહ નહીં, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ; કહે બ્રહ્માનંદ સો સંત સહિ...હે જડબુદ્ધિ૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
લક્ષણ, અસંત, અસદ્ગુરુ,
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
સંત સમાગમ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026