Logo image

ભવસાગર મહીં, શરણ અચળ અવિનાશી સાચા સંતનો

ભવસાગરમાં (૨) શરણ અચળ અવિનાશી સાચા સંતનું; શ્રુતિ સ્મૃતિની સાખ (૨) હરિ હરિજનનાં પ્રાણ વચન ભગવંતનું...ટેક. જેમ જળ તરંગ નહીં ભેદ જુદા, તેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા; એમ હરિ હરિજન એક સદા...ભવસાગર૦ ૧ જેમ કીટ ભમરીને સંગ કરી, ગતિ ઇયળ તજીને થઈ ભમરી; એમ હરિ ગુરુ ધ્યાને પામે હરિ...ભવસાગર૦ ૨ જેમ કેર બોર વન વૃક્ષ કહ્યાં, તે ચંદન વાંસે ચંદન થયાં; તેનાં નામ રૂપ ગુણ ભેદ ગયાં...ભવસાગર૦ ૩ શ્રીમુખે કહ્યું માહાત્મ્ય સંતતણું, અશ્વમેધ યજ્ઞથી અનંતગણું; કહે બ્રહ્માનંદ શું કહું ઘણું...ભવસાગર૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
શરણાગતિ, આશરો, સત્સંગ -સમાગમ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષણ :
એ....આ, એકરૂપ,
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તનાવલી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026