આપો એવી શક્તિ, હું કરુ તવ ભક્તિ;
તારા વિના શ્રીજી મારે નથી જોતું કાંઈ...ટેક.
કરગરીને કહું વારેવારે, મારે રહેવું છે તમારી હારે;
સુણો સુણો મારી વાત, મારા શ્રીજી સાક્ષાત્,
મૂરતિમાં સુખ થાય...આપો૦ ૧
મુખ જોતે જોતે દિનરાત, તારી સાથે કર્યા કરું વાત;
તારા વિના બીજો ઘાટ, મને થાય છે શા માટ,
મારું સર્વે નાશ થાય...આપો૦ ૨
આપો આપો વ્હાલા પ્રેમપૂર્ણ, તારી મૂર્તિથી રહું સંપૂર્ણ,
મને એવું હેત થાય, બીજું સર્વે ભુલાય જાય,
એક તારું જ્ઞાન થાય...આપો૦ ૩