સહજાનંદ સ્વામી, ટાળોને મારી ખામી;
તારા વિના બીજે મારું મન નો જાય...ટેક.
રહે સદાયે ચિંતવન તારું, તારી મૂર્તિ હું સ્નેહે સંભારું;
મારે રહેવું તુજ માંય, મારે જાવું નથી ક્યાંય,
કરો કૃપા હરિરાય...સહજાનંદ૦ ૧
માગું માગું વળી વળી માગું, લળી લળી ચરણે હું લાગું;
મળો કેવળ તારું સુખ, બીજે મળો મને દુ:ખ,
એવું કરો સુખદાય...સહજાનંદ૦ ૨
સર્વોપરી છો સુખનો ભંડાર, તમે પ્રીતમ છો ભક્તિકુમાર,
જ્ઞાનજીવન માંગે એમ, તારા સુખમાં રહું જેમ,
એવું કરો મારા રાય...સહજાનંદ૦ ૩