હું આવું તારે કામ, એવું કરો ઘનશ્યામ;
મુંથી મારા વાલમ સદા તુંને સુખ થાય...ટેક.
મારે ઉમેરવો આનંદ તમારો, મારા જીવ સ્વીકારો જીવ મારો;
મને રાખો ગમે તેમ, તમને થાય સુખ જેમ,
મારી એ જ છે ઈચ્છાય...હું આવું૦૧
મારું અસ્તિત્વ છે તારે ખાતર, તને ગમે તેમ મને તું વાપર;
હું તો છું તમારો ભોગ, કરો મારો ઉપયોગ,
જો જો મોડું નવ થાય...હું આવું૦ ૨
મારો ધર્મ છે તમને રીજાવા, ના વિચારાય મારે રાજી થાવા;
મારું મારાપણું હાય, તારે માટે વિસરાય,
જ્ઞાન હુંને ભૂલી જાય...હું આવું૦૩