Logo image

માયા મુકાય જાય, એમાં ના રહેવાય

માયા મુકાય જાય, એમાં ના રહેવાય;
         કર એવી કર કૃપા મારા હરિરાય...ટેક.
મારો સંકલ્પ છે એક એવો, તારી મૂર્તિમાં જીવ પ્રોઈ દેવો;
         માટે માંગુ માયા દુ:ખ, મને દેજો મૂર્તિ સુખ,
         જેથી ઈચ્છા સિદ્ધ થાય...માયા૦ ૧
માયા લાગે મને કડવી ઝેર, એવી મુ પર કરો વ્હાલા મેર;
         માયા રહેતી નથી હાથ, સદા રહે તારો સાથ,
         માટે તારો સંગ થાય...માયા૦ ૨
જ્ઞાનજીવન વિનવે છે તમોને, માત્ર મૂર્તિનું સુખ દેજો મને;
         મારું રૂડું કરવા બાપ, તમો ટાળો મારા પાપ,
          એક તુંમાં પ્રેમ થાય...માયા૦ ૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
પ્રાર્થના
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026