Logo image

શ્રીજી મહારાજ, માગું એવું આજ

શ્રીજી મહારાજ, માગું એવું આજ;
         મૂર્તિ વિના બીજું મને આપશો મા કાંઈ...ટેક.
દેવું હોય તો દેજો તવસુખ, બીજું ન દેજો કહું મુખો મુખ;
         મારા ટાળો બીજા સુખ, મને આપો બધે દુ:ખ,
         લાગે મૂર્તિ સુખદાય...શ્રીજી૦ ૧
જ્યારે આત્યંતિક લય થાય, તુજ વિના નથી રહેતું કાંય;
         એને પામીને શું કરું, કે જે નથી રહેનારું,
         માટે મળો તમે રાય...શ્રીજી૦ ૨
હવે કહું હું કેટલું પોકારી, દયા ક્યાં ગઈ છે જીવન તમારી;
         દયા લાવી ભગવાન, સુખી કરો આજ જ્ઞાન,
          રાખી તારી મૂર્તિમાંય...શ્રીજી૦ ૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
પ્રાર્થના
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026