ચિત્તને શિખામણ દેજ્યો રે, કડવું લાગે તોપણ કહેજ્યો...ટેક
સંકલ્પ કરવા જૂઠા જગતના, પડયા મેલે એ જો;
આળ પંપાળ પરહરી એક, નારાયણ નામ લેજો રે...ચિત્તને૦ ૧
ચિત્ત કર પ્રીત નિત નારાયણ સંગ, સંકટ આવે તે સહેજો;
જીવ રાજાનો હજૂરી હુકમ, ચિત્ત સૂબાને છે જો રે...ચિત્તને૦ ૨
રાત દિવસ પ્રભુ સ્મરણનું, નીમ તમે ધારી લેજો;
જીવોજી ઠાકોર લેસે જુબાની, ભૂલ્યા તો કાઢશે ભેજો રે..ચિત્તને૦ ૩
છોટા મોટા ચાકર સહુ, એની આજ્ઞામાં રહેજો;
દાસ હરિ કે દુખડા વેઠી, લાભ અલભ્ય લેજો રે...ચિત્તને૦ ૪