જીવ તું કાયા ગઢનો રાજા રે, નગરમાં નોકર તારે ઝાઝા...ટેક
મન બુદ્ધિ ચિત્ત ચોથો અહંકાર, મેલી તારી માજા;
સૂબા સરક્યુલર કાઢે નવા, નિત લખે તુમાર તાજા રે...જીવ૦ ૧
કામ ક્રોધ લોભ નાટક નવા ખેલ, કરતા લેશ ન લાજા;
પંચવિષયના વાગે પુરમાં, પોનુગ્રાફ વાજાં રે...જીવ૦ ૨
દસ અમલદાર દેશ ફરનાર, ને બારવટિયા બાજા;
તૃષ્ણા તોપના ગોળા છૂટે, એમાં શાના રહે સાજા રે...જીવ૦ ૩
હજૂરી હુકમ આપી કર્યા તેં, કારભારીના આજા;
દાસ હરિ કે દિવાળું દરબારે, સૂબા સર્વે તાજા રે...જીવ૦ ૪