Logo image

મન તું મમતા દે મેલી રે, તૃષ્ણા વેગળી કર વેલી રે

મન તું મમતા દે મેલી રે, તૃષ્ણા વેગળી કર વેલી રે...ટેક
મોટો અધિકાર મન તને દીધો, પૂરો ક્લાસ પેલી;
          હાજર હુકમમાં સારા ચોકીદાર, ચાકર રહ્યા ટેલી રે...મન૦ ૧
કાયા નગરનો કારભારી થઈ, કાં કર અનર્થ એલી;
         રાજનીતિની રીત હૃદિયે ધર, ફોગટ થા મા ફેલી રે...મન૦ ૨
મન મૂરખ કરી ખાલી ખજીનો, વિપત્ત આણી વેલી;
         દેખી લે દાળદર દોડીને પેઠું, દરબારની ડેલી રે...મન૦ ૩
ઠાકોર સાહેબને ઠાવકા નાખ્યા, દુ:ખ દરિયે ઠેલી;
         દાસ હરિ કે જીવને માથે, કરી જુલમ જેલી રે... મન૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ઉપદેશ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026