જીવ તુંને જ્ઞાન નથી ગમતું રે, વાલી લાગે વિષયની રમતું...ટેક
ચિત્ત બુદ્ધિ તારાં શાંત નથી, વળી મન મેલ્યું ભમતું;
દસે ઇંદ્રિયોને આડી નહિ, એવી ક્યાંથી આવી કમત્યું રે..જીવ૦ ૧
મન મૂરખ તારું પાંચે વિષયમાં, દોટું દિયે ડમડમતું;
નિત નવા ખેલ કરવા નવરિયું, પાંચે પતર ધમત્યું રે...જીવ૦ ૨
ભાંડ ભવાઈમાં પ્રીત ઘણી નથી, સંતને શીશ નમતું;
ગીતા ભાગવત પડયાં મેલી, લીધી ગંજીપાની રમત્યું રે...જીવ૦ ૩
વાયદાને જરા વાર નથી, તેં બાંધી મોટી મમત્યું;
દાસ હરિ કે કાલ કાળ આવશે, નહિ કરે ખમત્યું રે...જીવ૦ ૪