Logo image

બુદ્ધિ વાત બધી જાણે રે, તૃષ્ણા વિષયમાં તાણે રે

બુદ્ધિ વાત બધી જાણે રે, તૃષ્ણા વિષયમાં તાણે રે...ટેક
સત્શાસ્ત્રનાં વચન વિચારી, ઠરી બેઠી ઠેકાણે;
         પંચવિષયનો પ્રમોદ આપે, તૃષ્ણા ટાણે ટાણે રે...બુદ્ધિ૦ ૧
દુર્લભ દુનિયામાં સુખ વિષયનું, વારંવાર વખાણે;
         ત્રિવિધિ તાપ તૃષ્ણા કેરો, અંતર આવ્યું ઉફાણે રે...બુદ્ધિ૦ ૨
જબરો અધિકારી જીવ રાજાનો, મન મોજું માણે;
         ચિત્ત બુદ્ધિ એની ચિઠ્ઠીના ચાકર, ઓરતો શીદ આણે રે...બુદ્ધિ૦ ૩
તૃષ્ણા ટોળું બળવાન બો’ળું, નાખ્યા બધા બંધીખાણે;
          દાસ હરિ તેલ તપે કરી કાઢો, ઘાલી વેરી ઘાંણે રે...બુદ્ધિ૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ઉપદેશ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026