કરું વિનંતિ વાલા અપાર રે, મને રહેજ્યો તમારામાં પ્યાર રે;
માયા આદિમાં મન ના જાવો રે, મારા ઉપર એવા રાજી થાવો રે...૧
તમે રાજી તો છો અતિ ઘણા રે, રાજી થાવામાં નથી રાખી મણા રે;
તોય જીવ અમારો છે એવો રે, માગી માગી આશિર્વાદ લેવો રે...૨
જો કે આપ્યા છે બહુ આશિર્વાદ રે, એ છે વાત બધી મને યાદ રે;
બહુ હેત કર્યું છે સુખ આપી રે, જ્ઞાનસખીને પોતાની સ્થાપી રે...૩