Logo image

સ્વામિનારાયણ નાથ મારા રે, તમે પિયુ છો ભક્તિ દુલારા રે

સ્વામિનારાયણ નાથ મારા રે, તમે પિયુ છો ભક્તિ દુલારા રે;
           આપ્યું જ્ઞાન તમારું તમે આપે રે, બીજા ક્યાંથી બિચારા તે આપે રે ..૧
સર્વોપરી હરિ તમે આવ્યા રે, તમને મળ્યા તે તો બહુ ફાવ્યા રે;
           તવ મૂર્તિમાં મન જેણે રાખ્યું રે, તેણે કારણ દેહ તોડી નાખ્યુ રે...૨
રહ્યા મૂર્તિનું મહાસુખ માણે રે, બીજા જીવ બિચારા ન જાણે રે;
           જ્ઞાનજીવન કરે વાત ખરી રે, તમે છો હરિ સર્વોપરી રે...૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
સ્તુતિ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026