નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, એમ બોલ્યા તમે મુખમાંથી રે;
તેથી જાણ્યું અમે પહેલીવાર રે, લીધો સર્વોપરી અવતાર રે...૧
ગાયા નિષ્કુળાનંદાદી નંદે રે, સર્વોપરી તમને આનંદે રે;
જન ન જાણે મતિના જે મંદે રે, તે તો આવી વાતને ભલે નિંદે રે...૨
સત્ય રહેશે સદા વાલા સત્ય રે, તવ કૃપાથી પહોંચે છે મત્ય રે;
બીજા જાણી ન શકે તમને રે, જ્ઞાન માને છે એમ નિજ મને રે...૩