મારે રહો સ્મૃતિ સદા તારી રે, મારી ન જાઓ વૃત્તિ હરિ બારી રે;
મને વાલા લાગો જીવ જેવા રે, મારે કરવી સદા તારી સેવા રે...૧
તારા વિના નથી રહેવું પળ રે, મારે પામવું સુખ અટળ રે;
તમ કાજે થાઓ સારું મારું રે, હું તો તમને સ્નેહે સંભારું રે...૨
જોયા કરું હરિ મુખ તારું રે, બીજું નાશ થાઓ બધું મારું રે;
જ્ઞાનજીવનને અતિ પ્યારા રે, તમે સ્વામી સદા હરિ મારા રે...૩