Logo image

હવે રહે તમારો મેળાપ રે, એવું સદા રાખજો વાલા આપ રે

હવે રહે તમારો મેળાપ રે, એવું સદા રાખજો વાલા આપ રે; 
           એવા સંભારવા છે અખંડ રે, નથી ભૂલવા એક સેકંડ રે...૧
એજ રહો મારે મને તાન રે, પળ ભૂલવા નથી ભગવાન રે;
           રાત-દિવસ એ જ દાખડો રે, દેવો છે આદરી એ જ અખાડો રે...૨
એની કરજ્યો તમે રખવાળ રે, તો જ થાશે તે કામ કૃપાળ રે;
           જ્ઞાનજીવનને રાખો ઝાલી રે, આપો મૂર્તિ મને વાલી વાલી રે...૩

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
સ્તુતિ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026