ક્યારે હવે દેખું રે, મારાં લોચનિયાંની આગે નાથને...ક્યારે૦ ટેક. એવાં સુકૃત મારાં ક્યારે ઉદે થાશે, મળીશું ભુજા ભરી બાથને...ક્યારે૦ ૧ હેતે હસીને હરિ ક્યારે બોલાવશે, મેલશે માથે બેઉ હાથને...ક્યારે૦ ૨ એવો દિવસ મારે પાછો ક્યારે આવશે, મેલીશ ચરણે જાઈ માથને...ક્યારે૦ ૩ પ્રેમાનંદ કહે હવે જો મળે, નીમખ ન મેલું સુખ પાથને...ક્યારે૦ ૪
ક્યારે હવે દેખું રે, મારાં લોચનિયાંની આગે નાથને
હસમુખભાઈ પાટડિયા