Logo image

અરજી ઉર ધારો રે વહાલા, અવિનાશી અબળા તણી

અરજી ઉર ધારો રે વહાલા, અવિનાશી અબળા તણી...અરજી૦ ટેક.
           રાત દિવસ ઘનશ્યામ પોકારું, સાંભળજો સમરથ ધણી...અરજી૦ ૧
દરશન આપો દીનાનાથ દયાળુ, હવે તો હરિ થઈ છે ઘણી...અરજી૦ ૨
           વિરહની વેદના ટાળો અલબેલડા, નાથ પધારો બણી ઠણી...અરજી૦ ૩
પ્રેમાનંદ કહે જોઈ જોઈ જીવું, શ્યામ ચતુર ચિંતામણી...અરજી૦ ૪

 

 

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
વિરહ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026