Logo image

શ્રીઘનશ્યામ રે મુને, મોહની લગાડી મન લઈ ગયા

શ્રીઘનશ્યામ રે મુને, મોહની લગાડી મન લઈ ગયા...શ્રીઘન૦ ટેક.
છેલ છબીલે વહાલે છેતરીને રે સજની, કુડા દિલાસા મુને દઈ ગયા...શ્રીઘન૦ ૧
વાટડિયું જોઈ ઊઠી આંખ્યું રોઈ રોઈ, શોકે તે પ્રાણ સુકાઈ ગયા...શ્રીઘન૦ ૨
કેટલા દિવસ મુને પ્રાણ જીવનનાં, દરશન વિના હવે થઈ ગયા...શ્રીઘન૦ ૩
પ્રેમાનંદ કહે શું સુખ લેવા, પાપિયા પ્રાણ વાંસે રહી ગયા...શ્રીઘન૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વિરહ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
વિરહ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તન દિવાળી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026