કેદી હવે જોશું રે, બેની રસિયાજી ધર્મકુમારને...કેદી૦ ટેક. જનમ સુફળ ત્યારે જાણશું રે સજની, જોશું હૈડા કેરા હારને...કેદી૦ ૧ હાર પહેરાવી ક્યારે હેતે કરી હેરશું, નેણતણા શણગારને...કેદી૦ ૨ ઢોલિયા ઉપર ક્યારે ઓસરિયે બિરાજશે, જોશે પોતાના પરિવારને...કેદી૦ ૩ પ્રેમાનંદ આગે ક્યારે ગાઈશ, વજાડી સુંદર સીતારને...કેદી૦ ૪