દરશન આપો રે, હવે દીનબંધુ કરુણા કરી...ટેક. વદનકમળ દેખાડો અલબેલડા, હેરો અમૃત નજરે ભરી...દર૦ ૧ દરશન વિના પળ જુગસમ જાય છે, દિ’રાત જાયે રોવતા હરિ...દર૦ ૨ દરશન દાને કરી દુ:ખડાં રે ટાળો, દયાળુ દયા દિલમાં ધરી...દર૦ ૩ પ્રેમાનંદ કહે જોઈ મુખ પંકજ, લટકાં ઉપર હું જાઉં મરી...દર૦ ૪
દરશન આપો રે, હવે દીનબંધુ કરુણા કરી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ