શું ઘણું કહીયે રે હવે, ધર્મકુંવર ઘનશ્યામજી...શું ઘણું૦ ટેક. અંતરજામી સુખ સાગર સ્વામી, અધમ ઉદ્ધારણ નામજી...શું ઘણું૦ ૧ નિજજન જાણી હરિ દયા ઉર આણી, દરશન આપો સુખધામજી...શું ઘણું૦ ૨ બહુનામી નિજ બિરુદ વિચારો, પાવન પૂરણકામજી...શું ઘણું૦ ૩ પ્રેમાનંદ ઘનશ્યામ તમારી, રટણા લાગી છે આઠો જામજી...શું ઘણું૦ ૪