Logo image

આપો પ્રેમ તમારામાં અતિ રે, એવો વર માગું છું      

આપો પ્રેમ તમારામાં અતિ રે, એવો વર માગું છું;
          મારી તમોમાં રહો એક મતિ રે, ચરણે હું લાગું છું...ટેક.
આપની આજ્ઞાનો ભંગ ન થાય,
         સદા મરજીમાં રહેવાય રે...એવો૦ ૧
ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપો,
         વાસના બીજી સર્વે કાપો રે...એવો૦ ૨
દાસનો દાસ હું તો રહું રે સદાય,
         સેવું તવાશ્રિત પાય રે...એવો૦ ૩
કરું ના કદિયે હું તમને કુરાજી,
         રાખું ભક્તોને જ્ઞાન રાજી રે...એવો૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાનના પદો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસન

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026