Logo image

સ્વામી સહજાનંદ સુખકંદ રે, મૂરતિ મનહરતી

સ્વામી સહજાનંદ સુખકંદ રે, મૂરતિ મનહરતી;
         મારે સદા આનંદ સહજાનંદ રે, અટકી મનવરતી...ટેક.
સર્વેના કારણ અંતર્યામી,
          સર્વે ધામોના તમે ધામી રે...મૂરતિ૦ ૧
સર્વોપરી તમે મૂર્તિ અનોખી,
         વાત કહું છું સાવ ચોખ્ખી રે...મૂરતિ૦ ૨
યોગકળાના નિધિ સુખરૂપ,
         જોયા જેવું છે તારું રૂપ રે...મૂરતિ૦ ૩
જ્ઞાનજીવન સર્વ કર્મફળ દાતા,
         તમે એક જ તવ દાતા રે...મૂરતિ૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાનના પદો
ઉત્પત્તિ:

(સ્તુતિ-પ્રાર્થના) ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026