Logo image

મોટા યોગીઓ ધરે તવ ધ્યાન રે, તમે છો સર્વોપરી     

મોટા યોગીઓ ધરે તવ ધ્યાન રે, તમે છો સર્વોપરી;
         આવા મહા દુર્લભ ભગવાન રે, હરિકૃષ્ણ કૃષ્ણ હરિ...ટેક.
વેદ-વેદાંત તારો પાર નવ લહે,
          નિગમ નેતિ નેતિ કહે રે...તમે છો૦ ૧
વક્તાઓ વખાણ કરી કરી ગાય,
         લેખકો લખી થાકી જાય રે...તમે છો૦ ૨
કવિઓ કવિતાઓ રચી રચી ગાય,
         તમારો પાર ન પમાય રે...તમે છો૦ ૩
સારમાં સાર તારી મૂર્તિનું ધ્યાન,
         જ્ઞાન પામ્યો એવું ભાન રે...તમે છો૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાનના પદો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસન

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026