Logo image

પ્યારા પુરુષોત્તમ પરબ્રહ્મ રે, સલૂણી છબી તારી  

પ્યારા પુરુષોત્તમ પરબ્રહ્મ રે, સલૂણી છબી તારી;
         સેવે ચરણ તમારાં અક્ષરબ્રહ્મ રે, પ્રેમે હૃદયે ધારી...ટેક.
અક્ષરધામે સદા આપનો નિવાસ,
          સર્વેનો કરો છો પ્રકાશ રે...સલૂણી૦ ૧
સર્વેના સાક્ષી ને સહુના છો આદિ,
         સર્વનિયંતા છો અનાદિ રે...સલૂણી૦ ૨
સોળે કળાએ શોભિત ચંદ્ર જેવું,
         મુખ શોભે છે તારું એવું રે...સલૂણી૦ ૩
મૂર્તિમાં મન મારું સદા લીન રહો,
         મરજીમાં જ્ઞાન સદા વહો રે..સલૂણી૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાનના પદો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસન

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026