Logo image

મને સ્વામિનારાયણ પ્યારા રે, મને સુખ દેનારા   

મને સ્વામિનારાયણ પ્યારા રે, મને સુખ દેનારા;
         હું છું તમારો તમે નાથ મારા રે, મારાં દુ:ખ હરનારા...ટેક.
શરણાગતને સદાયે પાળો છો,
          સંસાર દુ:ખને ટાળો છો રે...મને સુખ૦ ૧
આપની મૂર્તિ સદા ભજ્યા જેવી,
         ચરણ લેવાં મારે સેવી રે...મને સુખ૦ ૨
ભક્ત ઇચ્છાઓને આપ પૂરનારા,
         ભક્ત વિઘન હરનારા રે...મને સુખ૦ ૩
નેત્ર કટાક્ષથી કામ બાળનારા,
         જ્ઞાનને સદા પાળનારા રે...મને સુખ૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાનના પદો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસન

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026