Logo image

મોંઘા મોંઘા મારા મહારાજ રે, શોભાએ હદ વાળી      

મોંઘા મોંઘા મારા મહારાજ રે, શોભાએ હદ વાળી;
         તમે સર્વેના રાજાધિરાજ રે, મૂર્તિ છો હેતાળી...ટેક.
બ્રહ્મસ્થિતિવાળા મુક્તો જે મોટા,
         સેવે તમોને થઈ છોટા રે...શોભાએ૦ ૧
અક્ષરધામના આપ અધિપતિ,
         બ્રહ્માંડો તણા છત્રપતિ રે...શોભાએ૦ ૨
સર્વે અવતારોને આપ ધરનારા,
         સર્વે જીવોને તારનારા રે...શોભાએ૦ ૩
લીલાધારી તારી લીલા છે ન્યારી,
          જ્ઞાનજીવન જાયે વારી રે...શોભાએ૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાનના પદો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસન

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026