Logo image

કોટિ બ્રહ્માંડમાં તમારા જેવું, કોઈ નથી મારા નાથ રે

કોટિ બ્રહ્માંડમાં તમારા જેવું, કોઈ નથી મારા નાથ રે; 
           ભાગ્યશાળી હરિ એટલે હું છું, તમે ઝાલ્યો મારો હાથ રે...૧ 
શાસ્ત્રો સર્વે તમારો મહિમા, ગાયા કરે છે એકધારા રે; 
           પાર પામે નહિ કોટિ કલ્પે, સર્વેથી છો તમે ન્યારા રે...૨
 અક્ષરધામના ધામી વાલીડા, અક્ષરમુક્તોના સ્વામી રે;
           કાળ પુરુષ ને માયાના નિયંતા, સર્વેના અંતર્યામી રે...૩
 ઉત્તર કૌશલ દેશમાં પ્રગટયા, રૂડા છપૈયાપુરે રે;
           વિચરી વનમાં આવ્યા સોરઠમાં, અમથી રહ્યા નહિ દૂરે રે...૪
સલૂણી છબી તારી મરમાળી, જ્ઞાનસખીના છો પ્યારા રે; 
           અવતારો સર્વે થાય લીન તુંમાં, વળી નીસરે છે બારા રે...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026