Logo image

સર્વે મોટા ભજે છે તમને, તેથી તો તે છે મોટા રે

સર્વે મોટા ભજે છે તમને, તેથી તો તે છે મોટા રે; 
         પિયુજી તમને જે ભૂલી જાય છે, તે તો છે સર્વે છોટા રે...૧ 
સંભાર્યા જેવા એક તમે છો, સર્વે સુખનું છો ધામ રે; 
         તુજ વિના બીજે સુખ ના ભાળું, તમે છો મારો આરામ રે...૨ 
શાંતિનું મારે તું છો સરોવર, સુખનો જાણું તને દરિયો રે; 
         સૌથી નોખો છો સર્વોપરી તું, સદા આનંદનો ભરિયો રે...૩ 
જીવ મારો મેં તમને આપ્યો, વાલીડા સ્નેહે તું વર્યો રે; 
         તન મન મારું મેં તુજને અર્પ્યું, હેતેથી ઉર પર ધર્યો રે...૪ 
લાડ લડાવું તને ભાવ કરીને, ના દઉં નાથ મૂંઝાવા રે; 
          જ્ઞાનસખીથી તમ ે રિસાઈ ન જાશો, ક્યાંય નહિ દઉં જાવા રે...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026