Logo image

પુરણચંદ્ર સરીખું મુખડું, મંદ મંદ મુજ સામું હસો રે

પુરણચંદ્ર સરીખું મુખડું, મંદ મંદ મુજ સામું હસો રે;
નેણ કેરાં મટકાં ને કર કેરાં લટકાં, કરીને દિલમાં વસો રે...૧
મીઠી મધુરી વાતો કરીને, તુજ સંગ રાત આખી જાગું રે;
તુજ સંગ જીવું ને તુજ સંગ મરું, ડરીને ક્યાંય નવ ભાગું રે...૨
મારું મેં તમને અર્પ્યું છે સર્વે, એક તમારી હું થઈ રે;
તમને જોવા ને માણવા જીવન, કોઈની હું નથી રહી રે...૩
મૂર્તિ તમારી મનમાં મારે, રમ્યા કરે છે દિન-રાત રે;
તુજ સ્વરૂપે હું રમ્યા કરું છું, બીજી ન જાણું કાંઈ વાત રે...૪
જ્ઞાનસખીના સ્વામી હરિવર, આપ્યો અલૌકિક લ્હાવો રે;
તમારો મારા પ્રાણ પિયુ મને, કદી ન આવે અભાવો રે...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026