Logo image

કમનીય કંઠો રે હો ગળે

કમનીય કંઠો રે હો ગળે,
          હીરલા જડેલો અતિ ઝળહળે...કમનીય૦ ૧
મુખની કાંતિ રે હો ભળે,
         જોઈ તારી શોભા બ્રહ્મરૂપ ચળે...કમનીય૦ ૨
એવું સુખ તારું રે હો મળે,
         મેલી બ્રહ્મસ્થિતિ ને મૂરતિમાં ભળે...કમનીય૦ ૩
હાર તને વળગ્યો રે હો કોટે,
         કેમ રહું અળગી મારી નેણચોટે...કમનીય૦ ૪
ધર્મના પુત્ર રે હો વાલા,
         પિયુ જ્ઞાનસખીના છેલ મતવાલા...કમનીય૦ ૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાનના પદો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026