મુગટ ધરિયો રે હો માથે,
શોભે અતિ પદ્મ તમારે હાથે...મુગટ૦ ૧
ભાલમાં ચાંદલો રે હો શોભે,
તિલક જોઈને મન મારું લોભે...મુગટ૦ ૨
નેણાં ને વેણાં રે હો મીઠાં,
જલેબીના જેવા કાન તારા દીઠા...મુગટ૦ ૩
કાનમાં કુંડળ રે હો રાજે,
મંદ મંદ હસો છો અમારે કાજે...મુગટ૦ ૪
ગાલમાં ખંજન રે હો પડે,
ગાલને ચૂમવા જ્ઞાન મન રડે...મુગટ૦ ૫
ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને