જામાની શોભે રે હો ચાળ,
મોટા મોટા મોહી રહ્યા છે મરાળ...જામાની૦ ૧
જોઈ તારી રૂડી રે હો ચોરણી,
મોહવશ થઈ હું તો નાથ તને પરણી...જામાની૦ ૨
નવલી નેહલી રે હો નાડી,
જોવા આવે સહુ સખી દાડી દાડી...જામાની૦ ૩
નાડીના જોઈને રે હો ફૂમકાં,
સુખસાગરમાં મારે સંત ધૂબકા...જામાની૦ ૪
જોઈ તારાં ચરણે રે હો ઝાંઝર,
ચોંટી ગઈ જ્ઞાનસખીની ત્યાં નજર...જામાની૦ ૫