Logo image

હોઠ રસાળા રે હો રૂપાળા

હોઠ રસાળા રે હો રૂપાળા,
          લાગો છો વાલા હરજી હેતાળા...હોઠ૦ ૧
જોઈ મુખ શોભા રે હો લોભી,
          પ્રિયવર તમે અતિ રહ્યા શોભી...હોઠ૦ ૨
નથી રહેવાતું રે હો છેટું,
          થાય મુજ મનમાં ક્યારે તને ભેટું...હોઠ૦ ૩
હારલા હૈયે રે હો લગાવ્યા,
          ભાગ્યશાળી હારલા અતિશે ફાવ્યા...હોઠ૦ ૪
અમને હૈયે રે હો લગાવો,
          આપો જ્ઞાનસખીને મોંઘેરો લ્હાવો...હોઠ૦ ૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાનના પદો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026