કાનમાં ગુચ્છો રે હો ખોસ્યા,
સુખ મારે હૈયે તમે બહુ બહુ પોષ્યા...કાનમાં૦ ૧
વિશાળ તારી રે હો છાતી,
ભેટવા થઈ હું તો તુને મદમાતી...કાનમાં૦ ૨
અતિ ઘાટીલા રે હો ખંભા,
જોઈને મોહી ઓલી રાધા ને રંભા...કાનમાં૦ ૩
કેડયમાં પેર્યો રે હો કંદોરો,
મોહક મૂરતિ મુક્તચિત્ત ચોરો...કાનમાં૦ ૪
બાંયે બાજુબંધ રે હો બાંધ્યા,
જોઈ જ્ઞાનસખીને હેતડાં વાધ્યાં...કાનમાં૦ ૫
ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને