Logo image

હાથમાં ગજરો રે હો ધાર્યો

હાથમાં ગજરો રે હો ધાર્યો,
          તેણે મુજ જીવને અતિશે ઠાર્યો...હાથમાં૦ ૧
ધારી છે છડી રે હો હાથે,
         રાજી થઈ મૂકો હરિ હાથ મુજ માથે...હાથમાં૦ ૨
હાથમાં રૂમાલ રે હો ધરી,
         મુખ આડો રાખી હસો જરી જરી...હાથમાં૦ ૩
બાહુવર સુખકર રે હો ભારી,
         હાથ હલાવતાં હાલો અવતારી...હાથમાં૦ ૪
જોઈ તારો રસિયા રે હો જામો,
         ખેસ તારો ફરકે જ્ઞાનસખી સામો...હાથમાં૦ ૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાનના પદો
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026