સર્વાવતારી રે હો ન્યારા,
લાગો છો નાથ મને અતિ પ્યારા પ્યારા...સર્વા૦ ૧
મૂર્તિનું વર્ણન રે હો કર્યું,
આવી રીતે હરિ મારા ધ્યાન તારું ધર્યું...સર્વા૦ ૨
સુખ અતિશે રે હો આવ્યું,
સ્વરૂપ તમારું મારે મન અતિ ભાવ્યું...સર્વા૦ ૩
ઝાઝું શું કહું રે હો સ્વામી,
તમે સહજાનંદ અંતર્યામી...સર્વા૦ ૪
આવી રૂડી મૂર્તિ રે હો અહો !
જ્ઞાનસખી કહે સદા અંતરમાં રહો...સર્વા૦ ૫
ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને