Logo image

કદી રંગે રમે મહારાજ રે, ધ્યાન ધરાવાને કાજ રે

કદી રંગે રમે મહારાજ રે, ધ્યાન ધરાવાને કાજ રે;
         સંતો-ભક્તોના પાડે બે તડા રે, શ્રીજી રહે થઈ વડા રે...૧
જે હારે તેની ભેર તાણે રે, નિર્બળ બળમાં આણે રે;
         કદી સખા રાખી નિજ સાથ રે, રમે છે સંતની સાથ રે...૨
સંતો પિચકારી ચલાવે રે, વાલમજીને મૂંઝાવે રે; 
         સંગે સખા તે કાંઈ નવ ફાવે રે, વાલો લીંબ ચડી જાવે રે...૩
આવ્યા નિત્યાનંદ તેહ વારે રે, કાઢી લીધાં કડાં ત્યારે રે;
         વાલો બોલ્યા છે કરીને હાસ રે, હાર્યા અમે તમ પાસ રે...૪
સંતો ફગવા તરીકે તમ સાથ રે, ભેટશું ભરીને બાથ રે;
          જ્ઞાનસખી કે’ રંગથી રાતા રે, સહુ ભેટયા હરખાતાં રે...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026