Logo image

વાલો લીલા કરે જગ ન્યારી રે, સાંભળ સૈયર મારી રે

વાલો લીલા કરે જગ ન્યારી રે, સાંભળ સૈયર મારી રે;
         એ લીલા મને બહુ પ્યારી રે, સંભારું છું અવતારી રે...૧
એને સલીલ ધ્યાન કહેવાય રે, ચિંતવ્યે શાંતિ થાય રે;
         કદી સભામાં બેઠા મોરારી રે, દરશન દે સુખકારી રે...૨
કરે સેવક જન સેવકાય રે, દર્શને જન હરખાય રે;
         એવું ચિંતવવું મનમાંય રે, સપાર્ષદ ધ્યાન કહેવાય રે...૩
સખી પ્રથમ સપાર્ષદ ધ્યાન રે, કરીએ થઈ સાવધાન રે;
         રૂડો દાદાનો દરબાર રે, લીંબતરુ સુખસાર રે...૪
તેની ફરતે ઓટો છે સારો રે, બેઠા છે ધર્મદુલારો રે;
         શોભે જ્ઞાનજીવનના સ્વામી રે, સભામાં અંતર્યામી રે...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૨
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026