Logo image

બહુ પ્રશ્ન-ઉત્તરો ત્યાં થાય રે, વચનામૃતો લખાય રે;

બહુ પ્રશ્ન-ઉત્તરો ત્યાં થાય રે, વચનામૃતો લખાય રે;
         વાલો વાત કરે રાજી થઈને રે, સાંભળે સૌ ચિત્ત દઈને રે...૧
વાત કરતાં લટકાં કરે છે રે, સંતો ધ્યાન ધરે છે રે;
         હરિ વાત કરે છે એવી રે, મૂર્તિ આ રાખ્યા જેવી રે...૨
મળી ચિંતામણિ સુખકારી રે, સંભારો એકધારી રે;
         થાશે દિવ્ય દૃષ્ટિ તમારી રે, મૂર્તિ નહિ રહે ન્યારી રે...૩
થશે અખંડ મુજ દર્શન રે, રે’શે મન પ્રસન્ન રે;
         અમે સર્વોપરી મહારાજ રે, પ્રગટ થયા છીએ આજ રે...૪
ધરે ધ્યાન તે પામે છે ધામ રે, એમ બોલ્યા ઘનશ્યામ રે;
          કહે જ્ઞાનસખી સખી સાંભળ રે, વાત કહું છું આગળ રે...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026