Logo image

સ્વામી મુક્તાનંદજી દયાળુ રે, પૂછયું પ્રશ્ન સુખાળું

સ્વામી મુક્તાનંદજી દયાળુ રે, પૂછયું પ્રશ્ન સુખાળું રે;
         સુણો હે શ્રીજીમહારાજ રે, પ્રશ્ન થયો મને આજ રે...૧
નિર્વિકલ્પ સમાધિ વિનાય રે, શાંતિ રહે સદાય રે;
         એવો હોય કોઈ જો ઉપાય રે, કહોને મારા રાય રે...૨
ત્યારે બોલ્યા સહજાનંદસ્વામી રે, સુણો મુક્તાનંદસ્વામી રે;
         જેવી આત્મબુદ્ધિ દેહમાંય રે, સંત-શ્રીજીમાં તેવી થાય રે...૩
વળી નિજ દેહમાં પ્રીતિ જેવી રે, સંત હરિમાં થાય તેવી રે;
         ત્યારે સમાધિ વિના સદાય રે, શાંતિ રહે મનમાંય રે...૪
જ્ઞાનસખી બેસી દૂર ત્યાંય રે, સભાનું ધ્યાન કરાય રે; 
          આને સપાર્ષદ ધ્યાન કહેવાય રે, ધ્યાન ધરતાં સુખ થાય રે...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
ધ્યાન
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૨
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026