Logo image

આજ કલ્યાણ થાય લોજમાંઈ રે     

આજ કલ્યાણ થાય લોજમાંઈ રે, હાલોને લોજ જઈએ;
          બીજે નથી દેખાતું ક્યાંઈ રે, હાલોને લોજ જઈએ...૧
જાવું પડશે સહુને લોજ રે, હાલોને લોજ જઈએ;
          ત્યાં જ મળશે મોક્ષની મોજ રે, હાલોને લોજ જઈએ...૨
મોટા સંતની કરવા ખોજ રે, હાલોને લોજ જઈએ;
          પ્રગટ પ્રભુજી મળશે તો જ રે, હાલોને લોજ જઈએ...૩
મોટા સંતનો કરે સ્વીકાર રે, હાલોને લોજ જઈએ;
          તેને મળે છે પ્રગટ મોરાર રે, હાલોને લોજ જઈએ...૪
જ્ઞાનજીવન કે’ મોટાને સંગ રે, હાલોને લોજ જઈએ;
          થાય પ્રગટ પ્રભુનો પ્રસંગ રે, હાલોને લોજ જઈએ...૫

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
લોજપુર લીલા
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ અધિક જેઠ વદ-૬, મંગળવાર તા.૫/૦૬/૨૦૧૮, વડોદરા, પૂજામાં

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026